બાળકો ને હોટેલ માં પંજાબી ખૂબ જ ભાવે છે .. પરંતુ તમેની હેલ્થ ને પણ ધ્યાન માં રાખવનું હોય ને … આવો આજે હોટેલ જેવી ટેસ્ટ ની બનાવીએ નાન .
જે બધા પંજાબી સબ્જી જોડે ખાઇ શકીએ….
સામગ્રી:
મેંદો
ઘઉંનો લોટ
બેકિંગ પાઉડર
દળેલી ખાંડ
નમક
દહીં
તેલ
પાણી હુંફાનું
રીત
સૌપ્રથમ મેંદો અને ઘઉં ના લોટ ને મિક્સ કરી તેમાં ખાંડ, નમક, અને બેકિંગ પાઉડર ઉમેરો.
ત્યાર બાદ ૧ચમચી તેલ નાખી રોટલી જેવો લોટ બાંધવો.
આ લોટ ને શિયાળા માં ૫ થી ૭ કલાક તેમજ ઉનાળો હોય તો ૩ કલાક જેટલો સમય રેસ્ટ આપવો.
આ લોટ માંથી હવે નાનું લુવું લેવું.
હવે આરામ થી રોટલી ની જેમ જ હળવે હાથે વણી લેવું.
હવે જે ભાગ ઉપર છે તેના પર પાણી છાંટવું.
અને તે પાણી વાળો ભાગ લોઢી પર આવે તેમ રાખવું.
તે લોઢી ઉપર બરાબર ચોંટી જાય પછી લોઢી ને ગેસ પર જ ઉંધી રાખી ને બીજો ભાગ શેકવો.
તો તૈયાર છે નાન , તેને બટર લગાડી સર્વ કરો.


0 Comments