ગુજરાતી માણસ ગમે ત્યાં હોય પણ સવાર માં ગરમાગરમ વણેલા ગાંઠિયા મળી જાય અને સાથે ગરમાગરમ જલેબી હોય તો સવાર મસ્ત બની જાય ગુજરાતી ની બરાબર ને..........તો આજે આપણે જલેબી બનાવીશું .......
સામગ્રીઃ
350 ગ્રામ મેંદો
3 મોટી ચમચી દહીં
જરૂરિયાત મુજબ એલચી પાવડર અને કેસર
અડધો કપ પાણી
350 ગ્રામ ઘી
500 ગ્રામ ખાંડ
મિશ્રણ તૈયાર કરવાની રીતઃ
સૌ પ્રથમ મેંદા ના લોટ માં ઘીનું મોણ નાખી સાધારણ ગરમ પાણી થી લોટ પલાળવો. આ લોટ માં દહીં નાખો અને તેનું જાડું ખીરું બનાવો. આ ખીરાને 24 કલાક રાખી મૂકવું . ( ખીરું એક દિવસ પહેલા બનાવી લેવું )
ચાસણી માટેઃ
ચાસણી માટે એક મોટો વાટકો ભરીને ખાંડ લો. એ વાટકાના પા ભાગ જેટલું પાણી ખાંડમાં ઉમેરો. ખાંડ થોડી ઓગળે એટલે તેને પેનમાં ગરમ કરી લો. મિશ્રણ ઉકળે ત્યારે તેમાં તમે કેસર, એલચીનો પાવડર અને બે ટીપા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. એક તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દો અને ચાસણીને ઠરવા દો.
જલેબી પાડવાની રીતઃબીજી બાજુ કઢાઈ માં ઘી મૂકવું ,હવે 24 કલાક પહેલા ખીરું બનાવું તેને સ્પૂન થી હલાવી ને એક રસ કરી ને રાઉન્ડ આઈસીઇંગ નૉંઝલ ( round icing nozzle) માં અથવા તો પછી હોટેલ-રેસ્ટોરાં જેવી સોસની બોટલ હોય તેમાં ભરવું.કઢાઈ માં મૂકેલું ઘી ગરમ થાય ત્યારે નોઝલ ગોળ ગોળ ફેરવી જલેબી કરવી.
જલેબી તળવાની રીતઃજલેબી આછા સોનેરી રંગની થાય ત્યાં સુધી તેને તળો. પછી ચિપીયાથી બીજી બાજુ ફેરવીને પણ તેને વ્યવસ્થિત રીતે તળી લો. જલેબી તૈયાર થાય પછી તેને સીધી જ ચાસણીમાં 5-10 મિનિટ રાખવી .
ગરમ ગરમ પીરસવા માટે તમારી જલેબી તૈયાર છે
ઘરે નાન બનવા માટે અહીં ક્લિક કરો https://foodiesmate.blogspot.com/2020/05/blog-post.html





0 Comments